રાજકોટમાં આરડીસી બેંક સહિત જિલ્લા કક્ષાની 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા તેમજ સહકારી સંમેલનનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ખાસ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સહકાર પ્રધાન અમિત શાહે હતું કે પહેલા નોરતે જ પીએમ મોદીજીએ જીએસટી ઘટાડીને મોટી ભેટ આપી છે. તેમણે સહકારી ક્ષેત્રને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં અમિત શાહે રાજકોટ જિલ્લા બેંક ખાતે પૂર્વ ચેરમેન સ્વ.વલ્લભભાઇ પટેલ અને વિઠ્ઠલભાઇ રાદડીયાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.


ખેડૂતો માટે 10 લાખનું વીમાકવચ 15 લાખનું કરાશે

આ પ્રસંગે ખેડૂતો માટે 10 લાખનું વીમાકવચ 15 લાખનું કરાશે તેવી RDC બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત તેમણે ખેડૂતના સંતાનો માટે એજ્યુકેશન લોન 35 લાખથી વધારી 50 લાખ કરવાની પણ જાહેરાત કરી હતી તો ખેડૂતોને 4 લાખની કૃષિ વિકાસ લોનની પણ જાહેરાત કરી હતી.

રાજકોટ જિલ્લા બેંકની એનપીએ 1 ટકાથી ઓછી

રાજકોટમાં સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે સ્વ.વિઠ્ઠલભાઇએ સહકારી ક્ષેત્રને આગળ વધાર્યું હતું અને વલ્લભભાઇ પટેલે સહકારી ક્ષેત્રને આગળ વધાર્યું હતું. વિઠ્ઠલભાઇની પરંપરા જયેશ રાદડિયાએ ચાલુ રાખી છે. તેમણે કહ્યું કે રાજકોટ જિલ્લા બેંકની એનપીએ 1 ટકાથી ઓછી છે. અમિત શાહે અપીલ કરી હતી કે ખાતરનો ઉપયોગ ઘટાડી જૈવિક ખેતી કરો અને જૈવિક ખેતી કરવાથી ખેડૂતોને વધુ નફો મળશે. આ તબક્કે તેમણે કહ્યું કે PMએ GST ઘટાડી ખેડૂતોનો દિવાળીની ભેટ આપી છે.

ખેડૂતોને નફો પાછો આપવાની વ્યવસ્થા

અમિત શાહે કહ્યું હતું કે ખેડૂતોને નફો પાછો આપવાની વ્યવસ્થા ગુજરાતની સાથે દેશમાં પણ શરુ કરાઇ છે. ભારત ઓર્ગેનિકની સ્થાપના કરીને એક સંસ્થા બનાવી છે જેમાં ખેડૂતોને નફો અપાઇ રહ્યો છે. તેમણે આજે પહેલા નોરતે ખેડૂતોને નવરાત્રિની શુભેચ્છા આપી હતી

બેઠકમાં આગામી ચૂંટણીને લઈને ચર્ચાની શકયતા

આ તબક્કે રાજકોટ ભાજપમાં આંતરિક જૂથવાદ મુદ્દે સર્કિટ હાઉસ ખાતે અમિત શાહે બેઠક યોજી હતી. જેમાં કોર્પોરેશનના પદાધિકારીઓ તથા શહેર જિલ્લા સંગઠનના તથા માર્કેટીંગ યાર્ડના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. બેઠકમાં આગામી ચૂંટણી વિશે ચર્ચા કરાઇ હોવાની શક્યતા છે.


  • Follow us on: