કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે અને તેઓ સુરત પહોંચ્યા છે. તેમની આ મુલાકાત રાજકીય રીતે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરત પહોંચ્યા બાદ અમિત શાહ સીધા જ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ બેઠકમાં રાજ્યના મંત્રીઓ અને ભાજપના દિગ્ગજ નેતાઓનો જમાવડો થયો હતો.
સી. આર. પાટીલના ઘરે મંત્રીઓનો જમાવડો જામ્યો
અમિત શાહનું આ રાત્રી રોકાણ સુરતના સર્કિટ હાઉસમાં થવાનું છે. તેમની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય રાજકીય બેઠકો અને આગામી કાર્યક્રમોની ચર્ચા કરવાનો હોવાનું મનાય છે. આવતીકાલે અમિત શાહ સુરત ખાતે ઈસ્કોન મંદિરના ખાતમૂહુર્ત કાર્યક્રમમાં ભાગ લેશે.













