કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેઓ સુરત અને રાજકોટ સહિત અમદાવાદ અને ગાંધીનગરના કાર્યક્રમમાં હાજરી આપશે. આજે સુરત ખાતે તેઓ ઈસ્કોન મંદિરના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજર રહેશે. ત્યાર બાદ રાજકોટમાં સાત જેટલી સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી આપશે. અમિત શાહે સુરતમાં આગેવાનો અને ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી.


અમારા AIના દુરૂપયોગને રોકવા માટેના પ્રયાસો ચાલુ છે

ગુજરાત પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે આગેવાનો અને ઉદ્યોગપતિ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપિત મથુર સવાણીએ અમિત શાહ સમક્ષ આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સને રોકવા માટે રજૂઆત કરી હતી. આ માટે તેમણે વડાપ્રધાન મોદીને પણ પત્ર લખ્યો હતો. મથુર સવાણીએ કહ્યું હતું કે, AIએ ગંભીર દૂષણ છે. આ રજૂઆતને લઈને અમિત શાહે તેમને કહ્યું હતું કે, અમારા AIના દુરૂપયોગને રોકવા માટેના પ્રયાસો ચાલુ છે.

અમિત શાહ સુરત બાદ રાજકોટની પણ મુલાકાત લેશે

અમિત શાહ સુરત બાદ રાજકોટની પણ મુલાકાત લેશે. જ્યાં તેઓ સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં હાજરી આપશે. અમિત શાહ ગાંધીનગર લોકસભા વિસ્તારના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. તેઓ અમદાવાદ અને ગાંધીનગરની પણ મુલાકાત લેશે. જોધપુર અને સરખેજમાં નવનરાત્રિના કાર્યક્રમોમાં હાજરી આપશે. આ ઉપરાંત માણસા અને કલોલના કાર્યક્રમમાં પણ હાજરી આપશે. તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ હાઉસ ખાતે બેઠક કરશે. ગટર અને પાણીના કામોની સમીક્ષા કરશે. સ્ટાર્ટઅપ કોન્કલેવ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે. બીજા નોરતે તેઓ માણસામાં કુળદેવી માતાજીના દર્શન કરશે. 

  • Follow us on: