સોશિયલ મીડિયા પર ક્યારે, કોણ અને કેવી રીતે વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. ગત શનિવારે રાજકોટના એક દાદીનો કાળા કલરની ગાડીમાંથી પૂરતા વટ અને સ્વેગ સાથે ઉતરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો હતો. 18-20 વર્ષના ટીનએજ યુવાનો જેવી સ્ટાઈલથી ગાડીનો દરવાજો ખોલીને ઉતરતા આ 70 વર્ષના દાદીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને લાખો લોકોએ આ રીલને લાઈક કરી હતી. જો કે, આ રીલ પાછળની વાસ્તવિકતા કંઈક જુદી જ છે, જેનો ખુલાસો ખુદ દાદીએ મીડિયા સમક્ષ આવીને કર્યો છે.

વાયરલ દાદીને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા

https://www.instagram.com/reel/DauWV4ojrtZ/?utm_source=ig_web_button_share_sheet

દીનો કાળા કલરની ગાડીમાં વીડિયો વાયરલ 

મીડિયા સાથેની વાતચીતમાં 70 વર્ષીય મંજુબેને જણાવ્યું કે, તેઓ કોઈ મોટા ઘરના કે રીલ બનાવવાના શોખીન નથી. તેઓ વાસ્તવિક જીવનમાં ખૂબ જ સામાન્ય પરિસ્થિતિમાં જીવે છે અને રાજકોટમાં એક સ્કૂલની બહાર નાના બાળકોને નાસ્તો વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. શનિવારે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હતું, જેથી તેમણે રસ્તા પરથી પસાર થતી એક કાળા કલરની ગાડીવાળા ભાઈ પાસે લિફ્ટ માંગી હતી અને માત્ર એક સ્થળેથી બીજે મૂકી દેવા કહ્યું હતું.

"દરવાજો ખુલ્યો ને અચાનક વીડિયો બની ગયો"

મંજુબેને વધુમાં ઉમેર્યું કે, "હું ગાડીમાં બેસી ગઈ હતી. જ્યારે મારું લોકેશન આવ્યું ત્યારે મેં ગાડીમાંથી ઉતરવા માટે જેવો દરવાજો ખોલ્યો, તે જ સમયે ગાડીવાળા યુવકોએ કેમેરો ચાલુ કરીને અચાનક મારો વીડિયો (રીલ) બનાવી લીધો હતો. મને ખબર પણ નહોતી કે આ વીડિયો ઇન્ટરનેટ પર આટલો બધો વાયરલ થઈ જશે." 70 વર્ષના મંજુબેને ભારે હૈયે એમ પણ કહ્યું કે, તેઓ આ દુનિયામાં એકલા જ છે, પરિવારમાં કોઈ નથી. આ ઉંમરે પણ તેઓ હિંમત હાર્યા વિના રોજ સવારે ઉઠીને મહેનત કરે છે અને સ્વાભિમાનની રોટલી કમાય છે. સોશિયલ મીડિયા પર મંજુબેનની આ સાચી કહાની સામે આવ્યા બાદ હવે લોકો તેમની સ્ટાઈલની સાથે સાથે તેમની ખુમારી અને અદભુત જીવત પ્રણાલીના પણ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો:  Junagadh: ગિરનાર પર્વત પર અતિ ભારે પવનના કારણે રોપ-વે સેવા સતત 5 દિવસથી બંધ