ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ પોતાના વિદેશ પ્રવાસથી પરત ફરતા જ ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ સમાન રક્ષાબંધન પર્વની ખાસ ઉજવણી કરશે. રાજ્યના વડા તરીકેની વ્યસ્ત દિનચર્યા અને વિદેશ પ્રવાસની થાક હોવા છતાં, CMએ આ સાંસ્કૃતિક અને ભાવનાત્મક તહેવાર ઉજવવા માટે સમય ફાળવ્યો છે. વિદેશથી આગમન થતાં જ તેઓ બહેનો સાથે આ પવિત્ર ઉત્સવમાં સહભાગી થશે.

ભાજપ મહિલા કાર્યકર્તાઓ અને સંસ્થાઓ દ્વારા રાખડી બાંધવામાં આવશે

આ રક્ષાબંધન કાર્યક્રમ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP)ની મહિલા કાર્યકર્તાઓ તથા રાજ્યની વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક સંસ્થાઓની બહેનો CM ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધશે. રાજ્યભરમાંથી આવેલી મહિલાઓ CMના દીર્ઘાયુ અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી તેમને રાખડી બાંધી આશીર્વાદ આપશે.

CM નિવાસ્થાને ઉત્સાહભર્યું વાતાવરણ

આ પવિત્ર પ્રસંગે CM અને રાજ્યની બહેનો વચ્ચે એક અનોખો આત્મીય સંબંધ જોવા મળશે. આ ઉજવણીથી કાયદા-વ્યવસ્થા અને પ્રજાકલ્યાણના કાર્યોમાં સતત કાર્યરત રહેતા CMશ્રી માટે બહેનોનો પ્રેમ અને સમર્થન ફરી એકવાર પ્રગટ થશે. આ કાર્યક્રમને લઈને CM નિવાસ્થાને રક્ષાબંધનની વિશેષ તૈયારીઓ અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે.

આ પણ વાંચો : Dwarka News : ભાણવડમાં સૌની યોજનાનું પાણી છોડાતાં ખેડૂતોમાં હર્ષોલ્લાસ, વર્તુ-1 અને સોનમતી ડેમ છલકાયા