અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે તે પહેલા પોલીસ સક્રિય થઈ ગઈ છે. રથયાત્રા દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાય છે. શહેરમાં પોલીસની અભેદ્ય સુરક્ષા ગોઠવી દેવામાં આવે છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રા પહેલા અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં 24 અસામાજિક તત્વોને એક સાથે પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે. જ્યારે 10 તત્વો સામે તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
24 અસામાજિક તત્વોને એકસાથે પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં
અમદાવાદમાં રથયાત્રા દરમિયાન તેમજ સામાન્ય દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. રથયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો સામે પોલીસે પગલા લેવાનું શરૂ કર્યું છે. જેમાં શહેરના 24 અસામાજિક તત્વોને એકસાથે પાસા હેઠળ ધકેલવામાં આવ્યાં છે. જ્યારે 10 તત્વો સાથે તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસની એક્શનથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે.
10 લોકો સામે તડીપાર હેઠળ કાર્યવાહી
અમદાવાદ શહેરના ચાંદખેડા, અમરાઇવાડી, સાબરમતી, ઇસનપુર, કાગડાપીઠ,વટવા GIDC, કારંજ, મણીનગર, નરોડા, સોલા હાઇકોર્ટ, રામોલ, શહેરકોટડા, એરપોર્ટ, નારોલ, વટવા, કાલુપુર પોલીસ સ્ટેશન વિસ્તારોના અલગ અલગ અસામાજીક પ્રવૃતિ કરતા કુલ 24 ઈસમો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે 10 ઈસમો સામે તડીપાર હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. રથયાત્રા દરમિયાન શાંતિ તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ હવે રોડ પર ઉતરી ગઈ છે.