અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા જળયાત્રા થાય છે. આ વખતે પણ 148મી રથયાત્રા પહેલા જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરની સાબરમતી નદીમાં ગંગાપૂજન થાય છે. ત્યારે શહેરના ફાયર વિભાગે જળયાત્રા પહેલા સ્થળ પર મોકડ્રીલ યોજી હતી. ચકાસણીના ભાગરૂપે યોજાયેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરવામાં આવી હતી.બીજી તરફ સાબરમતી નદીમાં ફેલાયેલી જળકૂંભી જળયાત્રામાં વિધ્ન બની શકે છે.


જળયાત્રાના પૂજા સ્થળ પાસે જળકુંભીનો ખડકલો

અમદાવાદના ફાયર વિભાગે જળયાત્રાના સ્થળ પર યોજેલી મોકડ્રીલમાં નદીમાં ડૂબવાથી લઈને રેસ્ક્યૂ સુધીની વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ દરમિયાન એમ્બ્યુલન્સ,ફાયરની ટીમ સહિતની પૂરતી વ્યવસ્થા તૈયાર રખાઈ હતી. બીજી તરફ જે જગ્યાએ જળયાત્રા યોજાવાની છે. ત્યાં પૂજા વિધિ માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થા સ્થળ પાસે જળકૂંભી જોવા મળી છે. જે તંત્ર માટે માથાનો દુઃખાવો બની છે. પૂજા સ્થળ પાસે જ જળકૂંભી જેવી જંગલી વનસ્પતિનો ખડકલો જોવા મળ્યો છે.

સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનનું સૂરસૂરિયું

અમદાવાદની સાબરમતિ નદી સાફ સફાઈ માટે ખાલી કરી દેવામાં આવી હતી. સાબરમતી નદીમાં સ્વચ્છતા અભિયાનના દાવાઓ પોકળ સાબિત થયાં છે. આખા અભિયાનનુ સુરસુરિયું થઈ ગયુ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં છે. સાબરમતી નદીમાં ભુદરના આરે ચોતરફ જળકુંભીનો ખડકલો જોવા મળ્યો છે. હાલમાં સાબરમતી નદી જળયાત્રા માટે છલોછલ ભરી દેવામાં આવી છે. બીજી તરફ તાત્કાલિક જળકૂંભી હટાવવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.


  • Follow us on: