અમદાવાદની ૧૪૯મી જગન્નાથ રથયાત્રાને શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં સંપન્ન કરવા માટે હોમ ડિપાર્ટમેન્ટ અને અમદાવાદ સિટી પોલીસ દ્વારા ઇતિહાસનો સૌથી મોટો સુરક્ષા પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં ઉમટતી જનમેદનીને નિયંત્રિત કરવા અને કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે આ વર્ષે 30,000 જેટલા પોલીસ જવાનોને રથયાત્રાના 14 કિલોમીટર લાંબા રૂટ પર તૈનાત કરી દેવાયા છે.

જગન્નાથ રથયાત્રાની સુરક્ષા

https://www.instagram.com/reel/Da1x-c3CV0d/?utm_source=ig_web_button_share_sheet

નાથની સુરક્ષામાં 30 હજાર જવાનો

આ વિશાળ સુરક્ષા વ્યવસ્થાના સુપરવિઝન માટે ગુજરાત પોલીસના ટોચના સ્તરના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં 10 આઈજી (IG) અને ડીઆઈજી (DIG) કક્ષાના અધિકારીઓ, ૨ જોઈન્ટ પોલીસ કમિશનર (JCP) તેમજ 42 ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ રૂટ પર સીધું મોનિટરિંગ કરી રહ્યા છે. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલ પર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 93 એસીપી (ACP), 303 પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને 673 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સતત પેટ્રોલિંગમાં છે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા

પોલીસે આ વર્ષે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કર્યો છે. શહેરના મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે ખાસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઊભું કરાયું છે, જ્યાંથી રૂટ પર લાગેલા સેંકડો હાઈ-ડેફિનેશન સીસીટીવી અને બોડીવોર્ન કેમેરાના લાઈવ ફૂટેજ પર સતત વોચ રાખવામાં આવી રહી છે. રથયાત્રા રૂટના તમામ સંવેદનશીલ અને ઊંચાઈવાળા બિલ્ડિંગો પર 250થી વધુ ખાસ 'ડીપ પોઇન્ટ' ગોઠવવામાં આવ્યા છે, જ્યાં હથિયારધારી જવાનો અને બાયનોક્યુલર સાથેના ઓબ્ઝર્વર્સ તૈનાત છે. પેરામિલીટ્રી ફોર્સ, ચેતક કમાન્ડો અને ક્રાઈમ બ્રાન્ચના જવાનોની હાજરીને કારણે સમગ્ર રથયાત્રા રૂટ અત્યારે એક અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયો છે.

આ પણ વાંચો: Kutch: પીએમ નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં સંદેશ પાઠવી કચ્છી નવા વર્ષની આપી શુભકામનાઓ