સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં આજે દેશભક્તિનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. અહીં આવેલી પ્રસિદ્ધ પીપી સવાણી યુનિવર્સિટી ખાતે દક્ષિણ ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રાંગણમાં 45 મીટર એટલે કે અંદાજે 147 ફૂટની ઊંચાઈ ધરાવતો ગગનચુંબી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.
DyCMના હસ્તે વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી
આ ભવ્ય કાર્યક્રમમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે જ વિધિવત રીતે ધ્વજારોહણ કરી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે મંત્રીની સાથે અન્ય મહાનુભાવો ઈશ્વરસિંહ પરમાર (પૂર્વ મંત્રી) ગણપતભાઈ વસાવા (પૂર્વ મંત્રી) તથા અન્ય સ્થાનિક અગ્રણીઓ અને યુનિવર્સિટીનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ તિરંગો હવે દક્ષિણ ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનવાની સાથે સાથે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમની જ્યોત જલાવવાનું કામ કરશે.
ડ્રગ્સના વ્યસનમાં વિદ્યાર્થીઓએ ફસાવવું નહીં: હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે યુનિવર્સિટી કેમ્પસમાં વિદ્યાર્થીઓ કોઈપણ પ્રકારના ડ્રગ્સના વ્યસનમાં ફસાવવું નહીં, સાથે જ તેઓના કોઈપણ મિત્ર જો ફસાયા હોય તો તેની પોલીસને જાણ કરવી. જેથી પોલીસ કોઈપણ પ્રકારનો ગુનો દાખલ કરશે નહીં અને તેમના માટે શક્ય મદદ કરશે.
પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી વાવ-થરાદ જિલ્લામાં થશે
તમને જણાવી દઈએ કે 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થવાની છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે, તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે. રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે, તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે.
આ પણ વાંચો: Anand: ઉમરેઠમાં બસ સ્ટોપથી વડાબજાર સુધીના દબાણોનો સફાયો, ટ્રાફિકની સમસ્યાથી મળશે રાહ