ભાવનગરના મહુવાના મોટા ખૂટવડા ગામે બ્રહ્મલીન નેપાલી બાપુના આશ્રમમાં પાર્થિવ શિવલિંગની પૂજા તેમજ મહિને આવતી શિવરાત્રીની રાત્રે 1100 કમળની વિશેષ પૂજા કરવામાં આવે છે.


ભકતોએ વિશેષ પૂજાનો લાભ લીધો

મહુવાના મોટા ખૂટવડા ગામે 33 વર્ષથી પાર્થિવ શિવલિંગની પૂજા કરવામાં આવે છે અષાઢ વદની એકમથી શ્રાવણ મહિની અમાસ સુધી એમ 45 દિવસ પાર્થિવ શિવલિંગની પૂજા કરવામા આવે છે. પાર્થિવ શિવલિંગ પૂજામાં ભક્તો ભક્તિથી પૂજા કરે છે અને પોતાને ધન્યતાનો અનુભવ કરે છે, મોટાખૂટવડા ગામે પ્રથમ પુજનીય સિદ્ધગણેશ આશ્રમમા પાર્થિવ શિવલિંગ પૂજા સાથે મહિને આવતી અષાઢ વદની શિવરાત્રીની રાત્રે પાર્થિવ શિવલિંગની પૂજા અને 1100 કમળ પુષ્પથી પ્રખંડ બ્રાહ્મણો દ્વારા ભગવાન શિવની પૂજાનો શ્રી મહંત ભારદ્વાજગીરી બાપુ અને ભક્તોએ વિશેષ પૂજાનો લાભ લીધો.

પાર્થિવ શિવલિંગનું 45 દિવસનું અનુષ્ઠાન કરવામાં આવેલ છે

પાર્થિવ શિવલિંગની પૂજાનુ અનોખુ મહત્વ છે ભગવાન શીવના પ્રતિષ્ઠા કરેલ મંદિરે પૂજાનું વિધિ વિધાન પ્રમાણે થાય છે પૂજામાં ભૂલ થવાથી દોષ લાગે છે ત્યારે પાર્થિવ શિવલિંગની પૂજા દોષ રહિત છે સાથે સાથે દરિયા કિનારે અને નદી કિનારે ઉત્તમ ફળદાયી છે ત્યારે માલણ નદી કિનારે આવેલ સિદ્ધગણેશ આશ્રમે પાર્થિવ શિવલિંગનું 45 દિવસનું અનુષ્ઠાન કરવામાં આવેલ છે જે વર્ષોથી થાય છે.

પાર્થિવ શિવલિંગનું પ્રથમ પૂજન ભગવાન શ્રીરામે કર્યું હતું

જ્યારે રાવણે માતા સીતાનુ હરણ કરી લંકા લઇ ગયા પછી ભગવાન શ્રીરામ લંકા જવા ગયા તે પેહલા રાવણ( શિવભક્ત) સાથે યુદ્ધમાં જીત મેળવવા માટે રામેશ્વરમ ખાતે સમુદ્ર કિનારે રેત (માટી)થી પાર્થિવ શિવલિંગ બનાવ્યું અને શ્રી શિવજીની ઉપાસના કરી. ભગવાન રામે મનથી શ્રધ્ધાથી કરેલ પૂજાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને રામેશ્વરમાં જ્યોતિલિંગ તરીકે બિરાજમાન થયા અને 12 જ્યોતિલિંગ માથી એક જ્યોતિલિંગના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે.

કલિયુગમાં પુનઃશરુઆત: મંડપ ઋષિપુત્ર દ્વારા પાર્થિવ પૂજા

કલિયુગમાં સૌપ્રથમ વખત કૂષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ શિવલિંગ બનાવીને તેનો શ્રદ્ધાપૂર્વક પૂજન કર્યો. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે તેમણે આ ઉપાસનાના માધ્યમથી શિવજીની અખંડ કૃપા પ્રાપ્ત કરી

શિવપુરાણ અનુસાર પાર્થિવ શિવલિંગની પૂજાનું મહાત્મ્ય

માટીના શિવલિંગ દ્વારા પૂજા કરવાથી ભગવાન શિવ તરત પ્રસન્ન થાય છે. માટી પવિત્ર અને તત્વાત્મક હોવાથી તે દેવત્વને આકર્ષે છે.

વિશેષ કરીને શ્રાવણ માસમાં પાર્થિવ લિંગ બનાવીને અભિષેક કરવાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે

આ પૂજાથી ભૂતકાળના પાપો ક્ષમાય જાય છે અને જીવ આત્મશુદ્ધિ તરફ આગળ વધી શકે છે

અર્થ, ધર્મ, કામ અને મોક્ષ – ચારેય પુરુષાર્થની સિદ્ધિ માટે આ પૂજા ફળદાયી છે.

યોગ્ય વિધિથી પાર્થિવ પૂજા કરવાથી જીવનમાં શાંતિ મળે છે અને મૃત્યુ પછી લાંબા સમય સુધી સ્વર્ગસુખ પ્રાપ્ત થાય છે.

  • Follow us on: