શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ મહિનામાં ભગાવન શિવની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ છે. આ મહિનામાં 12 જ્યોતિર્લિંગમાંથી કોઈ એકના દર્શન પણ કરી શકો તો ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલ ભવ્ય સોમનાથ મંદિરની ભગવાન શિવના 12 પવિત્ર જ્યોતિર્લિંગમાનું પ્રથમ જ્યોતિર્લિગ માનવામાં આવે છે. આ મંદિર ગુજરાત જ નહીં દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. સદીઓ જૂના આ મંદિરને ધ્વસ્ત કરવા અનેક પ્રયાસ કરાયા છતાં આજે પણ અડીખમ છે. આવો જાણીએ મંદિરનો રસપ્રદ ઇતિહાસ.

શાસ્ત્ર પુરાણમાં મંદિરનો ઉલ્લેખ
ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. શાસ્ત્ર પુરાણમાં પણ સોમનાથ મંદિરને 12 જ્યોર્તિલિંગમાંથી શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ હોવાનો ઉલ્લેખ કરાયો છે. દરિયાકિનારે આવેલ આ મંદિરની મુલાકાત લઈ લોકો અલૌકિક અનુભવ કરે છે. મંદિરની પાછળના ભાગમાં ઊગતો સૂર્ય અને આથમતા સૂર્યનું દ્રશ્ય જોવું એ એક અવર્ણીનયી અનુભવ રહે છે. આ જ્યોર્તિલિંગની માન્યતા મુજબ તેના દર્શન કરવા માત્રથી મનુષ્યના પાપો નષ્ટ થાય છે અને મુક્તિ મળે છે.
કેમ પ્રથમ જ્યોતિર્લિંગ કહેવાય છે આ મંદિર
શિવભક્તો સોમનાથ મંદિરની શ્રાવણ મહિનામાં ખાસ મુલાકાત લેતા હોય છે. "સોમનાથ" શબ્દનો અર્થ થાય છે. એવું કહેવાય છે કે ચંદ્ર ભગવાને "ચંદ્રનો નાથ" પ્રાચીન દંતકથા અનુસાર ચંદ્રદેવ કઠિન તપશ્ચર્યા કરી ભગવાન શિવની આરાધના કરી હતી. ચંદ્રદેવે શ્રાપમાંથી મુક્તિ મેળવવા આ સ્થાન પર મહામૃત્યુંજય મંત્રથી ભગવાન શિવની પૂજા કરી હતી. શિવજીની કૃપા પ્રાપ્ત થતા ચંદ્રદેવને શ્રાપમાંથી મુક્તિ મળી. એવું કહેવાય છે કે ત્યારથી 15 દિવસ વધતો (સૂદ અથવા કૃષ્ણ પક્ષ) અને પછી 15 દિવસ ઘટતો (વદ અથવા શુકલ પક્ષ) ચંદ્ર થાય છે. ચંદ્રદેવના તપથી ભગવાન પ્રસન્ન થયા અને આ સ્થાન પર એક શિવલિંગ બન્યું. એટલે પ્રસિદ્ધ 12 જ્યોર્તિલિંગમાંથી સોમનાથના જ્યોર્તિલિંગને પ્રથમ પૂજનીય માનવામાં આવે છે.

સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ
પુરાતત્ત્વ વિદ અને ઐતિહાસિક નોંધ મુજબ સોમનાથનું પહેલું મંદિર 2000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું. ઇ.સ.649ના વર્ષમાં વલ્લભીવંશના શાસક રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 13 માળ ઊંચા આ મંદિરના દ્વાર હીરાજડિત હતા. તેના ઉપર 14 સુવર્ણ કળશો વિરાજમાન હતા. આ મંદિરના ભવ્ય આ વારસાના કારણે ઇતિહાસમાં તેના પર અનેક વખત વિદેશી આક્રમણ થયા છે. નવેમ્બર 13, 1947નાં રોજ સરદાર વલ્લભાઈ પટેલે સોમનાથ મંદિરનો પુનઃનિર્માર્ણ કરવાનો સંકલ્પ લીધો. અને 11 મે 1952ના દિવસે સોમનાથ મંદિરની ભવ્ય રીતે પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. સોમનાથ મંદિરનો વિનાશ કરવા અનેક પ્રયાસ બાદ પણ દિવસે-ને-દિવસે મંદિરની કિર્તી વધતી રહી છે.