ભારતમાં ઓલિમ્પિકનું આયોજન કરવા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે મંગળવારે 1 જુલાઈના રોજ લૌઝેનમાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક એસોસિએશનના મુખ્યાલયની મુલાકાત લીધી હતી. આ પ્રવાસમાં ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા છે. તેઓ એસોસિએશન ઓફ નેશનલ ઓલિમ્પિક કમિટી સાથે યોજાયેલી બેઠકમાં હાજર રહ્યા હતાં. તેમની સાથે ગુજરાતના એમ થેન્નારસન અને અશ્વિનિ કુમાર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.


ગુજરાતમાં બાસ્કેટબોલને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ: હર્ષ સંઘવી

ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ આજે લૌઝેનમાં FIBA ​​પ્રમુખ શેખ સઉદ અલી અલ થાની અને FIBA ​​અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે ગુજરાતમાં બાસ્કેટબોલની રમતને નવી ઉંચાઈએ લઈ જવા માટે ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે, ગુજરાતમાં બાસ્કેટબોલને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યા છીએ! ગુજરાતમાં બાસ્કેટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવાની તકો શોધવા માટે લૌઝેનમાં FIBA ​​પ્રમુખ શેખ સઉદ અલી અલ થાની અને FIBA ​​અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.

ઓલિમ્પિક મ્યુઝિયમની મુલાકાત લીધી

હર્ષ સંઘવીએ એક વીડિયોમાં હાથમાં બાસ્કેટ બોલ લઈને FIBA ​​પ્રમુખ શેખ સઉદ અલી અલ થાની અને FIBA ​​અધિકારીઓ સાથે ચર્ચાઓ કરતા નજરે પડ્યા હતાં. આ પહેલા તેમણે એકસ પર પોસ્ટ કરતાં કહ્યું હતું કે, મેજર ધ્યાનચંદની પ્રતિષ્ઠિત હોકી સ્ટીકથી લઈને ભારતના સુપરસ્ટાર ઓલિમ્પિયનોના યુગ સુધીની અદ્ભુત સફરના સાક્ષી બનીને પ્રતિનિધિમંડળ સાથે ઓલિમ્પિક મ્યુઝિયમની મુલાકાત લીધી.


  • Follow us on: