ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને તેમના ભાઈ કૃણાલ પંડ્યા પોતાના પરિવાર સાથે આજે જામનગરની મુલાકાતે આવ્યા છે. જામનગર એરપોર્ટ પર પંડ્યા પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ક્રિકેટ પ્રેમીઓ અને સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.


અંબાણી પરિવારના મહેમાન બનશે પંડ્યા બંધુઓ

મળતી જાણકારી અનુસાર, પંડ્યા બંધુઓ તેમના પરિવાર સાથે અહીં વિશેષ મહેમાન તરીકે અંબાણી પરિવારના મહેમાન બનશે. આ મુલાકાત દરમિયાન તેઓ રિલાયન્સ દ્વારા સંચાલિત અદ્ભુત વન્યજીવ સંરક્ષણ પ્રોજેક્ટ 'વનતારા'ની મુલાકત લેશે. વનતારા એ વન્યજીવ સંરક્ષણ અને પુનર્વસન માટેનો એક અનોખો પ્રોજેક્ટ છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધ્યાન ખેંચ્યું છે.

જામનગરના લોકોમાં ઉત્સાહ

હાર્દિક અને કૃણાલ પંડ્યા બંને ક્રિકેટ જગતના જાણીતા નામ છે અને તેમની આ મુલાકાત જામનગર માટે એક ખાસ ઘટના બની રહી છે. તેમના આગમનથી શહેરમાં એક ખુશીનો માહોલ છવાયો છે અને ચાહકો સોશિયલ મીડિયા પર તેમના સ્વાગતની તસવીરો અને વીડિયો શેર કરી રહ્યા છે. આ મુલાકાતથી અંબાણી અને પંડ્યા પરિવાર વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનશે તેવું માનવામાં આવે છે.


  • Follow us on: