ઊંઝા શહેરમાં રમતગમત અને શૈક્ષણિક પ્રવૃત્તિઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી શાળા પરિવારોએ ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પાંચોટ ખાતે યોજાયેલી રગ્બી સ્પર્ધામાં ઊંઝાની શ્રી જી.મ. કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અંડર-17 બહેનોની આ રગ્બી સ્પર્ધામાં ટીમે જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે. આ વિજયી ટીમની 12 દીકરીઓની નેશનલ કક્ષાએ રમવા માટે પસંદગી કરવામાં આવી છે. શાળા પરિવાર દ્વારા આચાર્ય શિલ્પાબેન પટેલ અને ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


ગીતા જયંતિની ઉજવણી

આ ઉપરાંત, ઊંઝાની શેઠ એમ.આર.એસ. હાઈસ્કૂલ અને શ્રી એમ.એચ. પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ગીતા જયંતિ નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જીવનમાં ભગવદ્ ગીતાના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી. આચાર્ય અશ્વિનભાઈ પટેલ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ ધાર્મિક અને પ્રેરક કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વળી, ઊંઝાની જી.એલ. પટેલ હાઈસ્કૂલ ખાતે સરદાર પટેલ જયંતિની 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સ્વદેશી અને સ્વાવલંબન હતો. ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક મનીષભાઈ ભાવસાર અને મનુભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ ખરીદવા અને સ્વાવલંબી બનવા પ્રેરણા આપી હતી. આચાર્ય પંકજભાઈ પટેલે સરદાર પટેલના જીવનનો પરિચય આપ્યો હતો અને ડી.કે. ચૌધરીએ આભારવિધિ કરી હતી.

આ પણ વાંચો : Junagadh News : ચોરવાડી-માનપુરના ખેડૂતો પાસેથી પૈસા પડાવ્યા, VCE ID ના દુરુપયોગની શંકા 

  • Follow us on: