સુરતમાં 23 વર્ષીય અંજલિ વરમોરાએ પંખા સાથે દુપટ્ટો બાંધીને જીવન ટૂંકાવ્યું હતું. અંજલિ વરમોરા મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. મોડેલ અંજલિ વરમોરાને મંતેગર ત્રાસ આપતો હોવાનો ખુલાસો થયો છે. અગાઉ પણ સુરતમાં એક મોડલે આપઘાત કર્યો હતો. જે સમગ્ર મામલે પોલીસે તપાસ માટે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. આપઘાતના વધી રહેલા કેસ પોલીસ માટે પડકાર બની રહ્યા છે.


અંજલિ વરમોરા મોડલની આત્મહત્યાનો ભેદ ઉકેલાયો

મોડલ અંજલિ વરમોરાના આત્મહત્યા મામલે પોલીસ તપાસમાં મંગેતર ચિંતન અગ્રાવતના ત્રાસથી મોડલે આત્મહત્યા કરી હતી. સુરત પોલીસે મંગેતર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મંગેતર પ્રેમ સબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો. જાતિ વિષેસક શબ્દો બોલી અપમાન કરતો હતો. જેથી મોડલે ત્રાસી પોતાના ઘરમાં ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. અઠવા લાઇન્સ પોલીસે મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મંગેતર  વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો 

મોડલ અંજલિ વરમોરાના આત્મહત્યા મામલે અઠવા લાઇન્સ પોલીસે મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચિંતન અગ્રાવતના ત્રાસથી મોડલે આત્મહત્યા કરી હતી. ચિંતનની ઉચ્ચ કાસ્ટ હતી જે થી બંને વચ્ચે અવાર નવર ઝગડા થતા હતા, જે મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે.


  • Follow us on: