સુરતના ભાજપના નેતા મુકેશ ગુજરાતીએ સોશિયલ મીડિયા પર મર્યાદાની તમામ સીમાઓ વટાવીને ગુજરાત હાઈકોર્ટના વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ બાર એસોસિએશન પ્રમુખ યતીન ઓઝા વિરુદ્ધ ફેસબુક પર અત્યંત એલફેલ અને વિવાદિત લખાણ પોસ્ટ કર્યું છે. મુકેશ ગુજરાતીએ પોતાની પોસ્ટમાં યતીન ઓઝાની સરખામણી શ્વાન સાથે કરી હતી અને તેમને પગ નીચે કચડી નાખવાની ધમકીભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.
સુરત ભાજપમાં મોટો વિવાદ
એટલું જ નહીં, મુકેશ ગુજરાતીએ ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડતા જજ વિરુદ્ધ પણ ટિપ્પણીઓ કરી હોવાનું સામે આવ્યું છે. જજ અને ન્યાયપ્રણાલી વિરુદ્ધ વાંધાજનક લખાણ લખવા બદલ હવે તેમની સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (અદાલતી અવમાનના) ની અરજી કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. મુકેશ ગુજરાતીની આ બેફામ ટિપ્પણી બાદ વરિષ્ઠ એડવોકેટ યતીન ઓઝા પણ મૌન રહ્યા નહોતા અને તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભાજપ નેતા પર આકરો પ્રહાર કર્યો હતો.
