આજે રક્ષાબંધનનો પર્વ અને સાથે જ વિશ્વ આદિવાસી દિન પણ છે. આ દિવસ નિમિત્તે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના મહેમાન બન્યાં હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુરત જિલ્લાના માંડવી ખાતે ઉપસ્થિત રહ્યાં હતા. માંડવી રિવરફ્રન્ટ ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી સંદર્ભે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.


 માંડવીમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી

સાથે આદિવાસી સેનાની ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મ જયંતિની ઉજવણી પણ કરાઈ હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રક્ષાબંધન પર્વ અને ભારતીય સેનાની વિરતાં અંગે નિવેદન કર્યું હતું. માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિન કાર્યક્રમની ઉજવણીમાં સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ પણ પરંપરાગત આદિવાસી પરિધાનમાં જોવા મળ્યાં હતા.

ભુપેન્દ્ર પટેલે રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરી 

ભગવાન બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતિ હોય આ વર્ષ ના અંતમાં 15 મી નવેમ્બરે જનજાતિ ગૌરવ દિવસ સાથે દેશ ભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. સરકાર દ્વારા થનાર વિવિધ કાર્યક્રમોની પણ જાહેરાત કરી હતી. આજે પવિત્ર રક્ષાબંધનનો પણ પર્વ હોય મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મંચ ઉપર જ રક્ષાબંધન પર્વની પણ ઉજવણી કરી હતી. આદિવાસી વિસ્તારની મહિલાઓ પણ હાજર મહિલાઓએ સ્ટેજ ઉપર મુખ્યમંત્રીને રક્ષા બાંધી હતી.


  • Follow us on: