ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે એવોર્ડ મેળવનાર સુરત શહેરને સતત બીજા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સર્વેક્ષણનો એવોર્ડ મળ્યો છે. સુરત મેયર દક્ષેશ માવાણીએ સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે.


સુરતને સતત બીજા વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો

સુરત શહેરની 85 લાખ જેટલી વસ્તી છે. ડાયમંડ સિટી, સ્માર્ટ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે જાણીતું સુરત શહેર સ્વચ્છતા ક્ષેત્રે નામના મેળવી રહ્યું છે. ગત વર્ષેસ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે ઈન્દોર સાથે દેશમાં મોખરે સ્થાન હાંસલ કર્યું હતું. આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા એક ભવ્ય સમારોહમાં દેશના સૌથી સ્વચ્છ શહેર અને નગરની જાહેરાત કરવામાં આવી હતી.

મેયરે સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો

સુરત મેયર દક્ષેશ માવાણીએ સર્વેક્ષણનો એવોર્ડ મેળવ્યો છે. દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સર્વેક્ષણના પરિણામો જાહેર થયા છે. રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં દેશના સૌથી સ્વચ્છ શહેર અને નગરની જાહેરાત કરવામાં આવી છે.


  • Follow us on: