સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય શિક્ષિકાએ આપઘાત કરવાની ઘટના બાદ ચારે બાજુ ભારે ચકચાર મચી ગઈ છે. જો કે શહેરમાં શિક્ષિકાના આપઘાત બાદ તંત્ર જાગ્યું છે અને સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. કતારગામ વિસ્તાર અસામાજિક તત્વોનો અડ્ડો બન્યો હોવાની સામાજિક અગ્રણીઓએ અગાઉ રજૂઆત કરી હતી. ત્યારે હાલમાં કતારગામ વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા વાહન ચેકિંગની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.
પોલીસે બ્લેક કાચવાળી ગાડીઓને ફટકાર્યો દંડ













