સુરત મનપાએ વધુ 136 ડાઈંગ મિલ સીલ કરી હોવાની વાત સામે આવી છે, ઉધના અને લિંબાયત વિસ્તારમાં આ કાર્યવાહી મનપાએ કરી છે, ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, ડાઈગ મિલોના ડ્રેનેજ કનેક્શનો મનપાએ કાપ્યા છે અને ડ્રેનેજમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી છોડાતું હતુ.


સુરત મનપા દ્વારા વધુ 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરી

ઉધના અને લિંબાયત વિસ્તારની 136 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી છે, આ પેહલા ઉધના વિસ્તારની 22 તપેલા ડાઈંગ મિલ સીલ કરી હતી અને તે સાથે લિંબાયત વિસ્તારની પણ 37 તપેલા ડાઈંગ મિલ સીલ કરવામાં આવી હતી, તમામ તપેલા ડાઈગ મિલોને નોટિસ આપી સીલ કરવામાં આવી છે, તે ઉપરાંત બેદરકાર યુનિટ સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, તમામ તપેલા ડાઈગ મિલો દ્વારા ગેરકાયદેસર રીતે પાલિકાના ડ્રેનેજ કનેક્શનોમાં પાઇપ લાઈન નાખી હતી અને તે પાઇપ લાઇન મારફતે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હતું.

પાણીનું પ્રદૂષણ ઘટાડવા માટે મનપાનો નિર્ણય

તો મહત્વની વાત છે કે પાણીમાં પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે, મનપાના અધિકારીઓનું કહેવું છે કે, જે પણ ડાઈંગ મિલમાં આ રીતે ડ્રેનેજ કનેકશનને જોડવામાં આવશે તે કનેકશનને કાપી નાખવામાં આવશે કાયદાકીય રીતે કાર્યવાહી પણ કરવામાં આવશે, ઘણા મિલના માલિકો કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન સાથે તેમના મિલની પાઈપનું કનેકશન કરીને પાણી તેમાં છોડે છે એટલે ચોખ્ખા પાણીમાં ગંદુ પાણી ભેળસેળ થાય છે જેના કારણે સ્થાનિકોમાં રોગચાળો પણ ફેલાય છે. 

  • Follow us on: