સુરતમાં 19 વર્ષીય યુવતીના આપઘાત મુદ્દે ફરિયાદ નોંધાય છે. નીલ દેસાઈ અને તેના પિતા સામે ફરિયાદ નોંધાઈ છે. યુવતીના પિતાએ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે. ફોન પર અભદ્ર ભાષામાં વાત કરતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે. નીલ રૂ. 30 હજારની માંગણી કરતો હોવાના આક્ષેપ કરાયો છે. નીલના પિતાને સમગ્ર વાતની જાણ હોવાનો ઉલ્લેખ, નીલના પિતાએ ધમકી આપ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.


સુરતમાં શિક્ષિકાનો આપઘાતનો મામલો

સુરતમાં 19 વર્ષીય નેના નામની યુવતીના આપઘાતનો મામલે સિંગણપોર પોલીસ દ્વારા નીલ દેસાઈ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. નીલ દેસાઈ અને તેના પિતા વિષ્ણુ દેસાઈ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. BNSની કલમ108, 308 (2), 78 (2), 352, 351 (3), 54 મુજબ દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો. નેનાના પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. નિલ નેનાને ફોન કરી અભદ્ર ભાષામાં વાત કરી 30 હજારની માગણી કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

નેના નામની યુવતીના આપઘાત

સુરતના કતારગામમાં શિક્ષિકાએ વિકૃત યુવકના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. નીલ દેસાઈ નેનાને પોતાની સાથે સંબંધ રાખવા માટે પણ દાબદબાણ આપતો હતો. આ બાબતે નેનાના પિતાએ નીલના પિતાને માહિતી આપી હતી. નિલના પિતા વિષ્ણુએ દીકરાનું ઉપરાણું લઈને નેનાના પિતાને ધમકી મારી હતી કે, અમે મર્ડર કરી નાખીએ તેવા માણસો છીએ. સમગ્ર મામલે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો. કારણકે , અગાઉ પણ અન્ય સમાજ દ્વારા પાટીદાર દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ત્રાસ આપવામાં આવ્યો હતો.


  • Follow us on: