સુરત શહેર છેલ્લા કેટલાક સમયથી કોઈને કોઈ કારણસર વિવાદોના વંટોળમાં ઘેરાતું જઈ રહ્યું છે.સુરત શહેરની આગવી સાંસ્કૃતિક ઓળખ અને ગરિમા પર ક્યાંકને ક્યાંક ડાઘ લાગી રહ્યો હોય અથવા તેનું નામ ખરાબ થઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ હવે શહેરીજનોમાં ખુલ્લેઆમ થવા લાગી છે.તાજેતરમાં જ સુરત શહેરમાં યોજાયેલા એક જાહેર સાંસ્કૃતિક કે મનોરંજનના કાર્યક્રમમાં સ્ટેજ પરફોર્મન્સ દરમિયાન હદ વટાવી દેવામાં આવતા નવો વિવાદ વકર્યો છે.આ કાર્યક્રમમાં જાણીતી સિંગરના લોકપ્રિય ફિલ્મી ગીતો પર કલાકારો અને ડાન્સરો દ્વારા સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અશ્ચિલતાને લઈને સવાલો ઉભા થયાં છે.
સ્ટેજ પરનું અશોભનીય પ્રદર્શન વિવાદનું કેન્દ્ર બન્યું
શહેરમાં થોડા દિવસો પહેલાં એક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જાણીતી સિંગરના લોકપ્રિય ફિલ્મી ગીતો પર કલાકારો અને ડાન્સરો દ્વારા સ્ટેજ પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યું હતું.જો કે,આ ડાન્સ પરફોર્મન્સ દરમિયાન ડાન્સરો દ્વારા પહેરવામાં આવેલા વસ્ત્રો અને તેમનું સ્ટેજ પરનું અશોભનીય પ્રદર્શન વિવાદનું કેન્દ્ર બન્યું છે.સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમનો વીડિયો વાયરલ થતાં જ સુરતના સંસ્કારી વર્તુળોમાં ભારે આશ્ચર્ય અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે સ્ટેજ પર જે પ્રકારે ડાન્સ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો તે પારિવારિક દર્શકો કે સભ્ય સમાજની મર્યાદા વટાવી જનારો હતો.
