સુરતમાં ભાજપના કોર્પોરેટર સામે કોર્ટે લાલ આંખ બતાવી છે. શહેરમાં ભાજપના બે કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા કોર્ટએ હુકમ કર્યો છે. બંને કોર્પોરેટરે વિપક્ષ નેતા પાયલ સાકરીયા પર ગંભીર આક્ષેપ કર્યા હતા. જેને લઈને વિપક્ષ નેતાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા. આ મામલે કોર્ટે ખોટી રીતે બદનામ કરવામાં બદલ ભાજપના બંને કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા હુકમ કર્યો. ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ થતા આગામી સમયમાં આ મામલો વધુ તુલ પકડે તેવા એંધાણ હાલમાં દેખાઈ રહ્યા છે.


પાયલ સાકરીયા પર કર્યા ગંભીર આક્ષેપ

ભાજપના બે કોર્પોરેટર દ્વારા વિપક્ષ નેતા પાયલ સાકરીયા પર 11 લાખ લીધાના હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભાજપના કોર્પોરેટર અશોક ધામી અને કનુ ગેડિયાએ વિપક્ષ નેતા પર ગંભીર આક્ષેપ કરતા આખરે કોર્ટનું શરણ લીધું. પાયલ સાકરિયાએ આ બંને કોર્પોરેટર સામે ખોટી રીતે બદનામ કરતા બદનક્ષીનો દાવો કર્યો હતો. સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં પાયલ સાકરિયાએ કહ્યું કે જ્યારે અમે વિપક્ષ તરીકે અવાજ ઉઠાવીએ છીએ ત્યારે અમને ચૂપ કરવામાં આ પ્રકારના પાયા વિહોણા આક્ષેપ કરવામાં આવે છે. અત્યારે સુરતના લોકો ખાડીપૂરની સમસ્યાથી પરેશાન છે, મચ્છરોના કારણે લોકો બીમાર પડી રહ્યા છે ત્યારે સરકાર ડ્રોનથી મચ્છર શોધવાનું કહે છે, તે બાબત અમને બુદ્ધિના પ્રદર્શન જેવી લાગી રહી છે. 

બંને કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા હુકમ

વધુમાં તેમણે કહ્યું કે આ બંને કોર્પોરેટર દ્વારા 26 એપ્રિલ 2024 ના રોજ પાલિકાની સામાન્ય સભા મળી હતી તેમાં મારા આક્ષેપ કર્યો હતો. જેમાં બંને કોર્પોરેટરે કહ્યું હતું કે, વિરોધ પક્ષના નેતા બન્યા ત્યારથી પાયલ સાકરિયા તોડપાણી કરે છે. અમારી પાસેથી 11 લાખ રૂપિયા લઈ ગઈ અને ભીંસ પડી તો પાછા આપી દીધા શરમ આવવી જોઈએ. કોર્પોરેટરના આ ઉલ્લેખ બાદ સામાન્ય સભામાં તેમણે 11 લાખ અગિયાર લાખના નારા લગાવ્યા હતા. રૂપિયાની તોડપાણી કરતા હોવાનું કહેતા મને આ અપમાન લાગ્યું અને આખરે બંને કોર્પોરેટર સામે મેં બદનક્ષીનો દાવો કર્યો. અને આજે આ મામલામાં કોર્ટે બંને કોર્પોરેટર સામે ફોજદારી નોંધવા હુકમ કર્યો છે. જે બતાવે છે કે આખરે કાયદો કાયદાનું કામ કરે છે.

  • Follow us on: