સુરત શહેરમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ વચ્ચે ડભોલી-સિંગણપોર પોલીસ મથકની હદમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ગંભીર અને માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને લલચાવી-ફોસલાવી પહેલા પ્રેમજાળમાં ફસાવવામાં આવી હતી અને ત્યારબાદ તેનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
ડભોલી-સિંગણપોર વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મ
મળતી વિગતો અનુસાર, આરોપી પ્રિતેશ ભૂંગળીયાએ પીડિત પરિણીતાને પોતાની જાળમાં ફસાવી લીધી હતી. લગ્નસંબંધમાં હોવા છતાં પીડિતાને વિશ્વાસમાં લઈ પ્રિતેશે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ શારીરિક શોષણના કારણે પીડિત મહિલા ગર્ભવતી બની ગઈ હતી. મહિલા ગર્ભવતી હોવાની જાણ થતાં જ આરોપી પ્રિતેશના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોતાનું પાપ છુપાવવા માટે તેણે હેવાનિયતની તમામ હદો વટાવી દીધી હતી.
