હીરાનગરી સુરતમાં અવારનવાર ઓનલાઇન ટ્રેડિંગ અને રોકાણના નામે સાયબર ફ્રોડની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં વધુ એક રત્નકલાકાર સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે. ક્રિપ્ટોકરન્સી અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને ઠગ દંપતિએ રત્નકલાકાર પાસેથી તબક્કાવાર ₹39.65 લાખનું રોકાણ કરાવી લીધું હતું.
ક્રિપ્ટો અને ફોરેક્સ ટ્રેડિંગના નામે ઠગાઈ
રત્નકલાકારે પોતાની મહેનતની કમાણી અને બચતના નાણાં ટ્રેડિંગમાં રોક્યા બાદ જ્યારે નફો કે મૂળ રકમ પરત માંગવાની શરૂઆત કરી, ત્યારે ઠગ દંપતિનો અસલી ચહેરો સામે આવ્યો હતો. દંપતિએ નાણાં પરત આપવાની ચોખ્ખી ના પાડી દીધી હતી અને હાથ ઊંચા કરી લીધા હતા. એટલું જ નહીં, રત્નકલાકારને "તારાથી થાય તે કરી લે, તું મારું કશું બગાડી નહીં શકે" તેવી ખુલ્લેઆમ ધમકીઓ આપી રોફ જમાવ્યો હતો.
