રાજ્યમાં સિંચાઈ અને પીવાના પાણીની વ્યવસ્થાને લઈને સર્જાયેલી ચર્ચાઓ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપનારું નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પાણીની વર્તમાન સ્થિતિ અને ભાવિ આયોજનને ધ્યાનમાં રાખીને આગામી મંગળવારે સરકાર દ્વારા આખરી નિર્ણય જાહેર કરવામાં આવશે. આ સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુનિયોજિત જળ વ્યવસ્થાપન થકી આગામી એક વર્ષની અંદર ગુજરાતમાંથી પાણીની અછતને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે.

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની કામગીરીની પ્રશંસા

મુખ્યમંત્રીએ રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલન અંગે મહત્વની વિગતો આપી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ દ્વારા દેશ અને રાજ્યભરમાં જળસંચય ક્ષેત્રે શરૂ કરવામાં આવેલા પ્રશંસનીય પ્રયાસોની મુખ્યમંત્રીએ મુક્તકંઠે પ્રશંસા કરી હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત સહયોગથી જળસંચયના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતાના ધોરણે પૂરા કરવામાં આવશે, જેથી ખેડૂતો અને નાગરિકોને ઉનાળા દરમિયાન પાણીની તંગીનો સામનો ન કરવો પડે.

'કેચ ધ રેઇન' અને વોટર હાર્વેસ્ટિંગને અપાશે નવો વેગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ચાલતા ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત ગુજરાતમાં જળસંચયની કામગીરીને વધુ ગતિશીલ બનાવવામાં આવશે.વરસાદી પાણીના ટીપે-ટીપાંનો સંગ્રહ કરવા માટે રાજ્યભરમાં બોરવેલ રિચાર્જિંગ, ચેકડેમ ઊંડા કરવા અને મોટા પાયે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે.લાંબા ગાળાના આયોજન થકી ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને જળાશયોમાં પાણીનો સંગ્રહ વધારીને રાજ્યને જળ આત્મનિર્ભર બનાવવાની ખાતરી મુખ્યમંત્રીએ આપી છે.

આ પણ વાંચો: Ahmedabad: રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની સફળ ટ્રેપ, કપલ પાસેથી તોડબાજી કરનાર નકલી પોલીસ મોહમદ હુસૈન શેખ ઝડપાયો