સુરતના અડાજણ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં ગઢડાના એક ભુવાએ પિતૃદોષની વિધિ કરવાના બહાને એક મહિલા સાથે સંપર્કમાં આવ્યો હતો અને તે મહિલા પર આ ભુવાએ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. સમગ્ર ઘટના મામલે મહિલાએ અડાજણ પોલીસ મથકમાં ભુવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભુવાની ધરપકડ કરી હતી. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ મહિલાને પિતૃદોષ હોવાનું કહીને ગઢડાના ભુવા ગંગારામએ તેની સાથે સંપર્ક કેળવ્યો હતો.
વિધિ કરવાના બહાને મહિલા પર આચર્યુ દુષ્કર્મ













