સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિમવામાં આવ્યા બાદ સુરત શહેર પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા પર ADGP વાબાંગ જામીરને ચાર્જ સોંપવામાં આવ્યો છે. વાબાંગ જામીર હાલ વેઈટિંગ ફોર પોસ્ટિંગ હતાં. નવો હુકમ ના થાય ત્યાં સુધી તેઓ સુરત પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળશે. 

સુરત પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો

અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક રાજ્યના ડીજીપી બન્યા બાદ શહેરના પોલીસ કમિશનર તરીકેની જગ્યા ખાલી હતી. આ જગ્યા પર જી.એસ.મલિકને ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સોંપાયો હતો. જો કે, રથયાત્રાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા અમદાવાદના પોલીસ કમિશ્નરની ટૂંકાગાળામાં નિયુક્તિ કરી હોવાની ચર્ચાઓ છે. બીજી બાજુ સુરતના પોલીસ કમિશ્નરની જગ્યા ખાલી હોવાથી ત્યાં હાલમાં વેઈટિંગ ફોર પોસ્ટિંગ રહેલા ADGP વાબાંગ જામીરને સુરત પોલીસ કમિશ્નરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.  

વાબાંગ જામીર 1999 બેંચના આઈપીએસ અધિકારી છે

વાબાંગ જામીર 1999 બેંચના આઈપીએસ અધિકારી છે. તેમણે બી.ઈ. ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમને 2021માં પ્રેસિડેન્ટ મેડલથી પણ સન્માનિત કરાયા હતાં. તેમણે ગાંધીનગર સ્ટેટ ઈન્ટેલિજન્સમાં આઈજીપી તરીકે ફરજ બજાવી છે. તેમણે સુરતમાં સ્પેશિયલ સીપી સેક્ટર-1માં પણ ફરજ બજાવી છે. હવે અનુપમસિંહ ગેહલોતને સુરતથી અમદાવાદના પોલીસ કમિશનર બનાવાયા છે અને આ ખાલી પડેલી જગ્યાનો ચાર્જ વાબાંગ જામીરને સોંપવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ Ahmedabad News: અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે IPS અધિકારી અનુપમસિંહ ગેહલોતની નિમણૂક