સુરત શહેરમાં જન્માષ્ટમીના તહેવારની ભવ્ય ઉજવણીનો માહોલ જામ્યો હતો. શહેરના જુદા જુદા ચાર જેટલા વિસ્તારોમાં મટકી ફોડના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ પણ હાજર રહ્યા હતા. જેમાં ખાસ કરીને મોટાભાગળ ખાતે યોજાયેલો દહીં હાંડીનો કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. તાપી નામોસ્તુભ્યમ અને યુથ ફોર ગુજરાત દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અલગ અલગ 36 જેટલા ગોવિંદા મંડળોએ ભાગ લીધો













