સુરતના કામરેજ વિસ્તારમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. કામરેજના નવાગામ ખાતે આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પોલીસે અચાનક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ઔદ્યોગિક વસાહતમાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘી અને ભેળસેળની આશંકાવાળો કાચો માલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મોટી માત્રામાં ઘી અને મલાઈનો જથ્થો જપ્ત
ઔદ્યોગિક એકમમાં સર્ચ ઓપરેશન દરમિયાન કામરેજ પોલીસને સ્થળ પરથી આશરે 103 કિલો જેટલું શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. આ સિવાય ઘી બનાવવામાં વપરાતી 112 કિલો જેટલી મલાઈનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આટલી મોટી માત્રામાં શંકાસ્પદ જથ્થો મળી આવતા પોલીસે તાત્કાલિક ધોરણે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
