સુરત ગ્રામ્યના કામરેજ તાલુકામાં ગુનાખોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે સેગવા ગામે આવેલી 'ગોપીન ઈન્ડસ્ટ્રીઝ' નામની મસાલા ફેક્ટરીને તસ્કરોએ નિશાન બનાવી છે. મોડી રાત્રિના સુમારે ફેક્ટરી બંધ હતી ત્યારે બે અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની પાછળના ભાગે આવેલા બાથરૂમની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો.
સેગવા ગામે મસાલા ફેક્ટરીમાંથી ચોરી
ત્યારબાદ તસ્કરોએ ફેક્ટરીમાં આવેલી મુખ્ય ઓફિસનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ટેબલના ખાનામાં રાખેલા રૂ. 1.94 લાખની રોકડ રકમ ચોરીને રફુચક્કર થઈ ગયા હતા.સવારે જ્યારે ફેક્ટરીના સંચાલકો અને કર્મચારીઓ આવ્યા ત્યારે ઓફિસનો દરવાજો તૂટેલો અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતા ટેબલના ખાનામાંથી 1.94 લાખ રોકડા ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું.
