સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં સોશિયલ મીડિયાના માધ્યમથી ગુનાખોરી આચરતો વધુ એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતી એક પરિણીતાનો ફેબ્રુઆરી ૨૦૨૬માં સોશિયલ મીડિયા એપ 'સ્નેપચેટ' મારફતે સુરતના જકાતનાકા વિસ્તારમાં રહેતા ટોનીશ ઉર્ફે જૈનીલ ઘનશ્યામભાઈ પડસાળા સાથે પરિચય થયો હતો.
પરિણીતાને પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી
પરિચય બાદ આરોપી જૈનીલે પરિણીતાને મીઠી-મીઠી વાતોમાં ભોળવી પ્રેમસંબંધની જાળમાં ફસાવી લીધી હતી. ત્યારબાદ વિવિધ બહાના હેઠળ પરિણીતા પાસેથી રૂ. 2.80 લાખની રોકડ રકમ તેમજ કિંમતી સોનાના દાગીના પડાવી લીધા હતા. નાણાં અને દાગીના પડાવી લીધા બાદ પણ આરોપીની દાનત બગડી હતી. તેણે પરિણીતાને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું અને તેની મરજી વિરુદ્ધ ધમકાવીને શારીરિક સંબંધ બાંધી સતત શોષણ કર્યું હતું. આખરે આ નરકયાતનામાંથી બહાર આવવા માટે પીડિતાએ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સમગ્ર આપવીતી જણાવી હતી.
