સુરત જિલ્લાના સહકારી ક્ષેત્રમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહુવા સુગર ફેક્ટરીના ડિરેક્ટર અને સહકારી આગેવાન હિમાંશુ પટેલનું હાર્ટ એટેક આવવાથી અચાનક નિધન થયું છે. તેમના આકસ્મિક અવસાનથી મહુવા વિસ્તાર અને સહકારી આખી બેંક કે સુગર વર્તુળોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેઓ લાંબા સમયથી ખેડૂતો અને સહકારી પ્રવૃત્તિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા.

તાજેતરમાં જ મેળવી હતી જીત

થોડા દિવસો પહેલા જ મહુવા સુગરની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં હિમાંશુ પટેલે ઝોન 16 ની બિન-ઉત્પાદક પ્રતિનિધિ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં તેઓ ભારે મતદારોના સમર્થનથી વિજેતા જાહેર થયા હતા. તેઓ અગાઉ પણ સતત ત્રણ ટર્મથી મહુવા સુગરમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા અને ખેડૂતોમાં લોકપ્રિય નેતા તરીકે જાણીતા હતા.

Surat News: Mahuva Sugar Director Himanshu Patel Passes Away Due to Heart Attack

મંગળવારે વિદેશથી પરિવાર આવ્યા બાદ અંતિમ સંસ્કાર

મળતી માહિતી મુજબ, હિમાંશુ પટેલના પરિવારના સભ્યો હાલ વિદેશમાં છે. આગામી મંગળવારે પરિવારજનો વિદેશથી સુરત પરત ફરશે, ત્યારબાદ તેમની અંતિમ વિધિ અને અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ચૂંટણી જીત્યાની ખુશીના માહોલ વચ્ચે સર્જાયેલા આ અચાનક દુઃખદ બનાવથી પરિવાર અને સ્નેહીજનોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.


આ પણ વાંચો: Surat News: માંગરોળના વાંકલ ગામે બંધ મકાનમાંથી રૂ.4 લાખથી વધુની રોકડ અને દાગીનાની ચોરી