સુરતમાં બિસ્માર રસ્તાઓ અને અધૂરી કામગીરીને લઈને તંત્ર સામે ગંભીર સવાલો ઊભા થયા છે.આ મુદ્દો કોઈ સામાન્ય જનતાએ નહીં પરંતુ રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાએ પોતે ઉઠાવ્યો છે.શહેરના ઈચ્છાપુર ચાર રસ્તા ખાતે પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ કારણોસર એક મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો.કામગીરી પૂર્ણ થયા બાદ તેનું પુરાણ યોગ્ય રીતે કરવાને બદલે અડધું જ છોડી દેવાતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
https://twitter.com/sandeshnews/status/2079182839145484401
કામગીરી સામે કોઈના પેટનું પાણી પણ હલતુ નથી
સાંસદ ગોવિંદ ધોળકિયાનો આ બિસ્માર રસ્તા અને અધૂરી કામગીરી અંગેનો વીડિયો અને ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાને ત્રણ દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી.તંત્રની આ નિષ્ક્રિયતા અને બેદરકારીને કારણે પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાંસદ ગોવિંદ ધોળકિયા વીડિયોમાં એવું પણ બોલતા સંભળાય છે કે, સુરતમાં આ પ્રકારની કામગીરી સામે કોઈના પેટનું પાણી પણ હલતુ નથી. સુરત માટે આ શરમજનક સ્થિતિ છે.
જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ બંધ કરાયા
નાયબ મામલતદાર ડિઝાસ્ટર સાજીદ મેરૂઝયે જણાવ્યું હતું કે,સુરત શહેરમાં છેલ્લા 12 કલાક દરમિયાન 4 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે.જેનાથી સીઝનનો કુલ વરસાદ 39 ઇંચ સુધી પહોંચી ગયો છે.સમગ્ર જિલ્લામાં છેલ્લા 12 કલાકમાં સરેરાશ 2.34 ઇંચ વરસાદ નોંધાયો છે.જેમાં પલસાણા તાલુકામાં સૌથી વધુ 5.23 ઇંચ વરસાદ ખાબક્યો છે.જિલ્લામાં સીઝનનો કુલ વરસાદ 33 ઇંચ થયો છે.ભારે વરસાદ અને રસ્તાઓ પર પાણી ફરી વળવાના કારણે જિલ્લા પંચાયત હસ્તકના 11 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. બામરોલી વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે.
આ પણ વાંચોઃ Palanpur: ચાંદીપુરા વાયરસથી 2 વર્ષની માસુમ બાળકીનું કરુણ મોત, બનાસ મેડિકલમાં સારવાર દરમિયાન તોડ્યો દમ