ગ્રાહકોને અસલી આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો સાચો તફાવત સરળતાથી સમજાઈ શકે તે હેતુસર સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. સુરત મનપાની ટીમો દ્વારા શહેરમાં આઈસક્રીમનું ઉત્પાદન અને વેચાણ કરતી કુલ 106 જેટલી સંસ્થાઓ તેમજ આઈસક્રીમ પાર્લરોમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેનાથી વેપારીઓમાં હલચલ મચી ગઈ હતી.

48 સ્થળોએ ફરજિયાત બોર્ડ નહીં લગાવ્યા હોવાનું આવ્યું સામે

ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા હાથ ધરેલી આ તપાસ દરમિયાન શહેરમાં મોટાપાયે નિયમોના ભંગ થતો હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં શહેરના વિવિધ ઝોનમાંથી કુલ 48 જેટલા સ્થળો એવા મળી આવ્યા હતા, જ્યાં ગ્રાહકોની જાણ માટે આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગેના જરૂરી બોર્ડ લગાવવામાં આવ્યા ન હતા. તંત્ર દ્વારા આ મામલે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.


Surat News: Surat Municipal Corporation Inspects 106 Ice Cream Parlors, Finds Lapses

ગ્રાહકોના હિતમાં આગામી દિવસોમાં પણ કાર્યવાહી રહેશે ચાલુ

સુરત મનપાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે સંસ્થાઓ કે પાર્લરો દ્વારા હજુ સુધી નિયમ મુજબના બોર્ડ લગાવવામાં આવ્યા નથી, તેમને નોટિસ આપવામાં આવી છે, અને આગામી દિવસોમાં પણ બાકી રહેલી 48 સંસ્થાઓમાં બોર્ડ લાગી જાય તે માટે સઘન તપાસ અને કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે, જેથી ગ્રાહકો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી ન થાય.


આ પણ વાંચો: Surat News: ST વિભાગને દિવાળી ફળી, થઈ રૂપિયા 2.60 કરોડની બમ્પર આવક!