દિવાળી અને નવા વર્ષના તહેવારો દરમિયાન પોતાના વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળતી હોય છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને સુરત એસટી વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારોની આ સિઝનમાં સુરત એસટી વિભાગને એક્સ્ટ્રા બસોના સંચાલનથી રૂપિયા 2.60 કરોડની મસમોટી અને બમ્પર આવક પ્રાપ્ત થઈ છે, જેનાથી તંત્રમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
1300 થી વધુ બસોનું સફળ સંચાલન અને રૂટ્સ
નાગરિકોને વતન પહોંચાડવા માટે સુરત ST વિભાગ દ્વારા તારીખ 4 થી 7 નવેમ્બર 2026 દરમિયાન ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ચાર દિવસીય સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન 1300 થી વધુ એક્સ્ટ્રા બસોનું કુશળ સંચાલન કરવામાં આવ્યું હતું. સુરતથી સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાત તેમજ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર તરફ મોટી સંખ્યામાં બસો દોડાવાઈ હતી, જેથી મુસાફરોને ટ્રેનો કે અન્ય વાહનોમાં ભારે ભીડનો સામનો ન કરવો પડે.

