સુરત શહેરના ધમધમતા નાના વરાછા વિસ્તારમાં આવેલી ચીકુવાડી પાસે આજે એકાએક ખાનગી બસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. રસ્તા પર દોડતી ખાનગી બસમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગની લાઈટો દેખાવા લાગી હતી. આકસ્મિક બનેલી આ ઘટનાને પગલે બસમાં સવાર મુસાફરો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
સ્થાનિક દુકાનદારોએ સમયસૂચકતા દાખવી આગ પર કાબૂ મેળવ્યો
આગ લાગતાં જ આસપાસના દુકાનદારો અને વેપારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક દુકાનદારોએ સહેજ પણ ગભરાયા વગર પોતાની દુકાનોમાં રહેલા ફાયર એક્સટિંગ્વિશર વડે બસ પર પાણી અને કેમિકલનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોની આ સતર્કતા અને સમયસૂચકતાને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ સંપૂર્ણપણે બુઝાઈ ગઈ હતી.

