સુરત એરપોર્ટ પર એક પેસેન્જર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એરપોર્ટ પરિસરમાં વાહનોની લાંબી કતારો સર્જાઈ હોવાથી એક પેસેન્જરે આ સમસ્યા અંગે રજૂઆત કરી હતી. જોકે, સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે ઉગ્ર બોલાચાલી થતાં સમગ્ર મામલો બિચક્યો હતો અને ભારે બબાલ સર્જાઈ હતી.

પેસેન્જરને ગાળો આપી ધમકી અને મોબાઈલ ઝૂંટવવાનો પ્રયાસ

બબાલ દરમિયાન પેસેન્જરને અપશબ્દો એટલે કે ગાળો આપી મારવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ થયો છે. એટલું જ નહીં, સમગ્ર ઘટનાનું રેકોર્ડિંગ કે સંપર્ક અટકાવવા માટે પેસેન્જરનો મોબાઈલ ફોન ઝૂંટવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. આ ઘટનાને પગલે એરપોર્ટ પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આસપાસના મુસાફરો એકઠા થઈ ગયા હતા.

પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થા સામે ઊઠ્યા સવાલો

આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ધરાવતા Surat Airport પર મુસાફર સાથે થયેલા આવા વર્તન બાદ પ્રવાસીઓની સુરક્ષા અને વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઊઠી રહ્યા છે. રજૂઆત કરનાર નાગરિક સાથે ધમકીભર્યું વર્તન થતાં મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો : Bhavnagarના મહુવા પંથકમાં ફરી દીપડાનો આતંક! 8 વર્ષના બાળક પર હુમલો, ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ