ઘરમાં મોબાઈલ ચાર્જિંગમાં રાખવો કેટલો ખતરનાક નિવડે છે તેના અનેક બનાવો સામે આવ્યા છે. જ્યારે મોબાઈલ માટે પાવર બેંકનો ઉપયોગ પણ ઘાતક સાબિત થાય તેનો પણ એક બનાવ સામે આવ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અને સોશિયલ મીડિયા પર જાણીતા યુટ્યુબર તથા ઇન્ફ્લુએન્સર શિવાની કપિલાના ઘરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.ઘરમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલી પાવર બેંકમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થતા ગભરાટ ફેલાઈ ગયો હતો.
ઘરની ચીજવસ્તુઓ બળીને ખાખ
શિવાની કપિલાના રૂમમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલી પાવર બેંકમાં ટેકનિકલ ખામી સર્જાતા તે વિસ્ફોટ સાથે ફાટી નીકળી હતી.આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે તેનાથી રૂમમાં રહેલા એસી (AC) સહિતની તમામ કિંમતી વસ્તુઓ આગની ઝપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી.સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી.













