દિવાળીના તહેવારો નજીક આવતાં જ ખાનગી લક્ઝરી બસ સંચાલકો દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. સુરતથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી ખાનગી બસોના ભાડામાં બેફામ વધારો થતો હોય છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ખાનગી બસો દ્વારા બેફામ પણે લેવામાં આવતા ભાડાં સામે અવાજ ઉઠાવ્યો છે. તેમણે એવો આક્ષેપ કર્યો હતો કે, ખાનગી બસોમાં સામાન્ય બેઠકો તેમજ સોફા અને સ્લીપર કોચનાં ભાડાં રૂ.2500 થી લઈને રૂ.3000 સુધી પહોંચી ગયાં છે.આ પ્રકારના અસહ્ય ભાવવધારાને કારણે તહેવારોમાં વતન જવાનું આયોજન કરી રહેલા મધ્યમ વર્ગના મુસાફરો માટે આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે.સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણા જેટલા ભાડાં ચૂકવવા પડતાં મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ખાનગી બસો સામે આક્ષેપ કર્યો

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ ખાનગી બસોમાં વધારવામાં આવેલા ભાડા સામે વિરોધ નોંધાવ્યો છે.તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો જાહેર કરીને આ મામલે પોતાનો અવાજ ઉઠાવ્યો છે.ખાનગી બસ સંચાલકો દ્વારા દિવાળીના 10થી 15 દિવસ દરમિયાન ભાડાંમાં બેફામ વધારો કરી દેવામાં આવે છે.આ દિવસોમાં ખાનગી બસોમાં સામાન્ય બેઠકો તેમજ સોફા અને સ્લીપર કોચનાં ભાડાં રૂ.2500 થી લઈને રૂ.3000 સુધી પહોંચી ગયાં છે.આ પ્રકારના અસહ્ય ભાવવધારાને કારણે તહેવારોમાં વતન જવાનું આયોજન કરી રહેલા મધ્યમ વર્ગના મુસાફરો માટે આર્થિક મુશ્કેલીઓ વધી ગઈ છે.સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણા જેટલા ભાડાં ચૂકવવા પડતાં મધ્યમ વર્ગના પરિવારો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે.તહેવારના સમયે મુસાફરોની મજબૂરીનો લાભ લેવા સામે ધીરુ ગજેરાએ બસ એસોસિએશન સામે સીધા સવાલો ઊભા કર્યા છે.

લક્ઝરી બસ એસોસિએશને ધીરુ ગજેરાને જવાબ આપ્યો

પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાએ લક્ઝરી બસ એસોસિએશન સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરતાં જણાવ્યું છે કે,માત્ર દિવાળીના 10 થી 15 દિવસ માટે મુસાફરોનું આર્થિક શોષણ કરવું યોગ્ય નથી.તેમણે લક્ઝરી બસ એસોસિએશનને તાત્કાલિક ધોરણે ભાડાં ઘટાડવા માટે અપીલ કરી છે. ધીરુ ગજેરાની રજૂઆત બાદ સુરત ટૂર એન્ડ ટ્રાવેલ્સ બસ એસોસિએશન પ્રમુખ દિનેશભાઈ અણગણે જણાવ્યું હતું કે, ધીરુ ભાઈને સમજવામાં ભૂલ થઈ હશે, બસોના ભાડામાં વધારો થયો નથી. સુરતથી 300 અને 400 કિલોમીટર સુધીનું ભાડું 600 રૂપિયા છે. 500 કિલોમીટર સુધીનું ભાડું 700 રૂપિયા અને 600 કિલોમીટર સુધીનું ભાડું 800 રૂપિયા છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત મુસાફરી કરી ભાડુ કિલોમીટર પ્રમાણે છે.એક સીટ ઉપર બે જણા બેસીને જાય તો અમે એક જ ભાડું લેવાના છીએ

આ પણ વાંચોઃ Rajkot: લોધિકા સંઘમાં ચેરમેન-વાઇસ ચેરમેનની નિમણૂક અધ્ધરતાલ, ભાજપના આંતરિક જૂથવાદે કામગીરી ઠપ્પ કરી!