સુરતીલાલાઓમાં પોતાના વાહન માટે પસંદગીના અને VIP નંબરો મેળવવાનો ક્રેઝ ફરી એકવાર જોવા મળ્યો છે. સુરત RTOમાં નવી WA સિરીઝ શરૂ થતાં જ ફાન્સી અને VIP નંબરો મેળવવા માટે વાહનચાલકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ નવી સિરીઝની ઓનલાઈન હરાજીમાં કુલ 434 લોકોએ ભાગ લઈને બોલી લગાવી હતી, જેના થકી સુરત RTOને ₹76 લાખથી વધુની માતબર આવક થઈ છે.

ટોપ-10 નંબરોની હરાજીથી જ ₹32 લાખથી વધુની આવક

ઓનલાઈન ઓક્શન પ્રક્રિયા દરમિયાન પસંદગીના નંબરો માટે વાહનચાલકો વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. માત્ર ટોપ-10 VIP નંબરોની હરાજીથી જ RTOને ₹32 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. હરાજીમાં સૌથી વધુ ઊંચી બોલી ધરાવતા મુખ્ય નંબરોની વિગતો નીચે મુજબ છે.નંબર 999 ₹10.32 લાખમાં વેચાયો,નંબર 111 ₹6.59 લાખમાં વેચાયો નંબર 0001, ₹5.12 લાખ રૂપિયામાં વેચાયો છે.

BMW અને Jaguar સહિતની લક્ઝરી કાર માટે પણ VIP નંબરો લેવામાં આવ્યા

સુરત RTOની આ ઓનલાઈન હરાજીમાં વાહનચાલકોએ બોલી લગાવીને પોતાના મનપસંદ નંબરો મેળવ્યા હતા. ખાસ કરીને શહેરમાં નવી ખરીદાયેલી BMW અને Jaguar સહિતની મોંઘીદાટ લક્ઝરી કાર માટે પણ માલિકો દ્વારા લાખો રૂપિયા ખર્ચીને આ VIP નંબરો ખરીદવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: Dwarka: જગતમંદિરમાં કાયદાના બેવડા ધોરણો? સામાન્ય ભક્તો માટે મોબાઈલ પર પ્રતિબંધ અને VIP મહેમાનો માટે છૂટછાટ!