સુરત શહેરના ઔદ્યોગિક વિસ્તાર ગણાતા સચિન ઉન પાટિયા ખાતે આવેલા વેસ્ટેજ કપડાંના એક ગોડાઉનમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં વેસ્ટેજ કાપડનો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો હોવાથી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગની જ્વાળાઓ જોઈ સ્થાનિકોમાં દોડધામ અને અફરાતફરી
ગોડાઉનમાંથી ધુમાડાના ગોટેગોટા અને આગની ઊંચી જ્વાળાઓ નીકળતી જોઈને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આગ લાગવાના પગલે સ્થાનિક લોકો અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી, જેથી થોડા સમય માટે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.



