સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. સુરતના વ્યસ્ત સારોલી વિસ્તારમાં આવેલા સંઘવી ટેક્સટાઇલ હબમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી. આ આગ શ્યામ સંઘવી બી માર્કેટના પહેલા માળે લાગી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ કે હબમાં આગ લાગવાની આ સૂચના મળતા જ વેપારીઓમાં અને સ્થાનિકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.
સારોલીની સંઘની ટેક્સટાઇલ હબ માર્કેટમાં આગ પર કાબુ, કુલિંગ કામગીરી કરાઈ
સુરતના સારોલી સ્થિત સંઘની ટેક્સટાઇલ હબ માર્કેટના પહેલા માળે લાગેલી ભીષણ આગને આશરે 2 કલાક અને 15 મિનિટની ભારે જહેમત બાદ કાબુમાં લેવામાં આવી છે. હાલ ઘટના સ્થળે કુલિંગની કામગીરી ચાલી રહી છે. જે 1 કલાકમાં પૂર્ણ થઈ હતી, જ્યારે દુકાનોમાં ભારે માત્રામાં કાપડનો જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બની હતી.
માર્કેટમાં ફાયરના પૂરતા સાધનો ઉપલબ્ધ હોવાથી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો હતો અને કુલિંગની કામગીરી પૂર્ણ થયા બાદ પણ સુરક્ષાના ભાગરૂપે એક ફાયર ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવશે. આ પ્રક્રિયા બાદ સારોલી પોલીસ અને એફએસએલ (FSL)ની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે, જેના પછી જ આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવશે.

સુરતમાં એક જ મહિનામાં 4 માર્કેટમાં ભીષણ આગ
સુરત શહેરમાં આગની દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી, જ્યાં સરોલી વિસ્તારની ટેક્સટાઈલ માર્કેટમાં વધુ એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં સુરતની જુદી-જુદી માર્કેટમાં આગ લાગવાની આ ચોથી ઘટના છે, જેમાં અગાઉ શ્યામ સંગીની અને સાલાસર માર્કેટ બાદ રિજન્ટ માર્કેટમાં પણ આગ લાગી ચૂકી છે. આગામી દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે વારંવાર બની રહેલી આગની આ દુર્ઘટનાઓને કારણે સ્થાનિક વેપારીઓની ચિંતામાં મોટો વધારો થયો છે.

શ્યામ સંઘ બી માર્કેટમાં ભીષણ આગ, 2 ફાયર જવાન ઇજાગ્રસ્ત
સુરતના સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંઘ બી માર્કેટના પહેલા માળે અચાનક આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઇ છે. આગની આ ગંભીર ઘટનાને પગલે ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે અને જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પાણીનો ભારે મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ભીષણ આગને બુઝાવવાની કામગીરી દરમિયાન 2 ફાયર જવાનો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે, જ્યારે ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ.ડી. ધોબી દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ડીસીપી અને મેયર ઘટના સ્થળે
આગની ઘટનાની જાણ થતાની સાથે સુરત શહેરના મેયર માયા માવાણી, ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરી તેમજ સુરત પોલીસના ડીસીપી ડો. કાનન દેસાઈ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. પોલીસ દ્વારા ભીડ હટાવવા તેમજ મોટી દુર્ઘટના ન થાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જ્યારે મેયરે આ ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી પરિસ્થિતિ તાગ મેળવી રહ્યા છે.
14 ફાયર સ્ટેશનની 25થી વધુ ગાડીઓ ઘટના સ્થળે
આગ પર કાબૂ મેળવવા માટે સુરત ફાયર વિભાગે મોટા પાયે કામગીરી શરૂ કરી છે. સુરત શહેરના 14 ફાયર સ્ટેશનની 25થી વધુ ફાયર ફાઈટર સહિતની ગાડીઓને ઘટના સ્થળે પહોંચી છે. ફાયર જવાનો આ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી રહ્યો છે.
ઘટના સ્થળના વીડિયો આવ્યા સામે
https://twitter.com/sandeshnews/status/2104534774732017908
શું કહે છે ઘટનાના પ્રત્યકક્ષદર્શી?
https://twitter.com/sandeshnews/status/2104538528038498421
ફાયર વિભાગ દ્વારા 'બ્રિગેડ કોલ' જાહેર
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે 'બ્રિગેડ કોલ' જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ અલગ-અલગ ફાયર સ્ટેશનોમાંથી 25 થી વધુ ફાયરની ગાડીઓ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગને વધુ ફેલાતી અટકાવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે.

પોલીસ કાફલો અને સુરક્ષા વ્યવસ્થા
ઘટના સ્થળે આગની ભયાનકતાને કારણે આસપાસના વિસ્તારમાં લોકોની ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને ટ્રાફિક વ્યવજા જળવાઈ રહે તે માટે સારોલી અને પૂર્ણા પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી આવ્યો હતો અને ભીડને નિયંત્રિત કરવાની કામગીરી હાથ ધરી હતી.

આગ પર કાબૂ મેળવવાના સઘન પ્રયાસો ચાલુ
હાલ પણ ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ટેક્સટાઇલ માર્કેટ હોવાના કારણે અંદર કાપડ અને જ્વલનશીલ સામગ્રી હોવાની શંકા છે, જેથી આગ વધુ વિકરાળ બની શકે છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના મોટા સમાચાર સામે આવ્યા નથી, પરંતુ માર્કેટમાં ભારે નુકસાન થવાની આશંકા સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Surat Fire Incident: લિંબાયતમાં કચરાના ઢગલામાં ભડકો, 3 કિ.મી. સુધી કાળા ધુમાડાના ગોટેગોટા