સુરતમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના કોળી ભરથાણાં ગામ પાસે ગઈકાલે ગંભીર અકસ્માત બન્યો. આ અકસ્માતમાં એક યુવકનું મોત નિપજયું. બાઈક પર સવાર આ યુવાન કામરેજ ચાર રસ્તા પાસેથી પસાર થતો હતો ત્યારે બેધ્યાન થયો. અને અચાનક ઝાડ સાથે અથડાતા નીચે પટકાયો. ગંભીર ઇજાના પગેલ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજયું.


યુવાનનો થયો અકસ્માત

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં વધુ એક અકસ્માતનો બનાવ બન્યો જેમાં યુવાને જીંદગી ગુમાવી. કામરેજ ચાર રસ્તાથી બારડોલી જતા માર્ગ પર કોળી ભરથાણાં ગામ પાસે અકસ્માતની ઘટના બની હતી. જયાં કામરેજ ચાર રસ્તા પાસે બાઈક પર સવાર યુવાન ત્યાંથી પસાર થતો હતો. દરમિયાન આ માર્ગમાં બીજા વાહનોના કારણે ટ્રાફિક વધ્યો. એટલે બાઈક પર સવાર યુવાનને તેના કામને લઈને વધુ ઉતાવળ હશે એટલે તેણે માર્ગના બીજા વાહનોને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો. 

ઓવરટેક કરવાનું યુવાનેન ભારે પડ્યું 

આ ઓવરટેક કરવાનું યુવાનને ભારે પડ્યું. યુવાન ઝાડ સાથે અથડાયો અને નીચે પટકાયો. અકસ્માતને પગલે ઘટનાસ્થળ પર લોકોની ભીડ એકઠી થઈ હતી. યુવકને ગંભીર ઈજાઓ થતા જાગૃત નાગરિક દ્વારા પોલીસ અને 108ને જાણ કરાઈ હતી. જોકે ગંભીર ઇજાગ્રસ્ત યુવાનને સરવાર મળે એ પહેલા જ ઘટના સ્થળ પર મોત થયું. અકસ્માતની ઘટનાનો કોલ મળતાં જ પોલીસ પોતાની ટીમ સાથે બનાવ સ્થળ પર પહોંચી ગઈ હતી.

યુવકની બેગમાંથી મળી દારૂની બોટલ

ત્યાં પ્રાથમિક તપાસ કરતાં યુવકની ઓળખ પિયુષ શાંતિલાલ વસંત તરીકે થઇ અને તે સેલ્સમેન તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું. તેમજ પોલીસને યુવકની બેગમાંથી 6 દારુની બોટલો અને ત્રણ ફૂટેલી બોટલ દારૂ મળી આવી. કામરેજ પોલીસે યુવક દારૂ કોની પાસે થી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તેની તપાશ શરૂ કરી.

  • Follow us on: