સુરતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં પૂર્વ કોર્પોરેટર અને ભાજપના એક અગ્રણી નેતા તેમજ તેમના પરિવારને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ગંભીર કાવતરું રચાયું છે. આ બદનામી અને માનસિક ત્રાસથી કંટાળીને ભાજપ નેતાના પુત્રએ ઘરના પહેલા માળેથી છલાંગ લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતા રાજકીય આલમ સહિત સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે.
ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યા
મળતી માહિતી મુજબ, ભાજપ નેતાના પુત્રના એક યુવતી સાથેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ કરવામાં આવ્યા હતા. આ ફેક ન્યૂઝ અને ફોટો વાયરલ થતાં આઘાતમાં આવેલા પુત્રએ પહેલા માળેથી કૂદીને આત્મઘાતી પગલું ભર્યું હતું.













