સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે શહેરના વાતાવરણને ઉત્સાહમય બનાવવા માટે એક વિશાળ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ સાયકલ યાત્રા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સીધી આગેવાની હેઠળ યોજાઈ હતી.જેમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ,કલેક્ટર કચેરીના અધિકારીઓ તેમજ સુરત મહાનગરપાલિકા ના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.
રસ્તાઓ પર અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો
આ રેલીના સફળ આયોજન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,આ સાયકલ યાત્રા માત્ર એક સ્વાગત રેલી નથી, પરંતુ પર્યાવરણની સુરક્ષા કાજે પેટ્રોલ અને ડીઝલ બચાવવાના મજબૂત સંદેશા સાથે યોજવામાં આવી છે.તેમણે ખુશી વ્યક્ત કરતા ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ બચાવવાની અપીલને સુરતના નાગરિકોએ સહર્ષ સ્વીકારી લીધી છે અને તેના પરિણામે જ આજે રસ્તાઓ પર અભૂતપૂર્વ માહોલ જોવા મળ્યો છે.
પ્રકૃતિની જાળવણીનો એક નવો જ માપદંડ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આશ્ચર્ય અને ગર્વ વ્યક્ત કરતા કહ્યું હતું કે,આજે સુરતમાં ક્યારેય વિચાર્યું ન હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં કાળઝાળ ગરમી હોવા છતાં ભર બપોરે લોકો સ્વયંભૂ અને ભારે ઉત્સાહ સાથે આ સાયકલ યાત્રામાં જોડાયા હતા.પીએમ મોદીના સ્વાગત માટે સુરતવાસીઓએ સાયકલ ચલાવીને ફિટનેસ અને પ્રકૃતિની જાળવણીનો એક નવો જ માપદંડ સ્થાપિત કર્યો છે.
આ પણ વાંચો: PM મોદી 10 જૂને રચશે ઇતિહાસ, પંડિત નેહરુનો રેકોર્ડ તોડી બનશે પ્રથમ લોકશાહી નેતા!









