ભારતીય લોકશાહીના ઇતિહાસમાં 10 જૂન, 2026 એક યાદગાર તારીખ બની રહેશે. આ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે સૌથી લાંબો સતત કાર્યકાળ પૂર્ણ કરનારા દેશના પ્રથમ લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા બનશે. 26 મે, 2014 ના રોજ દેશની ધુરા સંભાળ્યા બાદથી, પીએમ મોદીએ સતત વિકાસ અને સુધારાની ગતિ જાળવી રાખી છે, અને હવે તેઓ પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના રેકોર્ડને પાછળ છોડી રહ્યા છે.


4399 દિવસનો ભવ્ય કાર્યકાળ

આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો, 10 જૂનના રોજ વડાપ્રધાન મોદી વડાપ્રધાન તરીકે ૪,૩૯૯ દિવસનો પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે. પંડિત જવાહરલાલ નેહરુએ 1952 થી 1964 વચ્ચે વડાપ્રધાન તરીકે 4398 દિવસ સેવા આપી હતી. આમ, આ સમયગાળાને વટાવીને પીએમ મોદી સતત સૌથી લાંબો સમય વડાપ્રધાન પદ પર રહેનાર નેતાનો રેકોર્ડ પોતાના નામે કરશે. અગાઉ, પીએમ મોદીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના 4077 દિવસના કાર્યકાળનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

ઐતિહાસિક સફળતાઓ

પીએમ મોદીની આ સિદ્ધિ માત્ર સમયગાળા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે તેમની રાજકીય મજબૂતીનું પણ પ્રતીક છે. તેઓ પંડિત નેહરુ પછી એવા પ્રથમ નેતા છે જેમને સતત ત્રીજી વાર લોકસભાની ચૂંટણીમાં પૂર્ણ બહુમતી સાથે સત્તા મળી છે. આ સિદ્ધિ ભારતની બદલાતી રાજકીય પરિસ્થિતિ અને જનતાનો તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવે છે. પંડિત નેહરુએ 1952 થી 1964 વચ્ચે આ પદ સંભાળ્યું હતું, અને હવે તેમના અવસાનના દાયકાઓ પછી, આ વિક્રમી આંકડો વટાવીને પીએમ મોદી એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરી રહ્યા છે.

કુલ કાર્યકાળ અને રેકોર્ડની મર્યાદા

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે 15 ઓગસ્ટ, 1947 ના રોજ આઝાદી બાદથી પંડિત જવાહરલાલ નેહરુ જે રીતે સૌથી વધુ સમય (કુલ 16 વર્ષથી વધુ) વડાપ્રધાન તરીકે પદ પર રહ્યા હતા, તે રેકોર્ડ હજુ પણ તેમના નામે જ રહેશે, કારણ કે પીએમ મોદીનો આ રેકોર્ડ 2014 થી શરૂ થયેલા સતત કાર્યકાળનો છે.

પીએમ મોદીના આ કાર્યકાળે ભારતની આંતરરાષ્ટ્રીય છબી, આર્થિક નીતિઓ અને કલ્યાણકારી યોજનાઓના અમલીકરણમાં નવા આયામો સિદ્ધ કર્યા છે. ૧૦ જૂનનો દિવસ ભારતીય રાજનીતિના ઇતિહાસમાં વડાપ્રધાન મોદીની અવિરત સેવા અને તેમના મજબૂત લોકશાહી નેતૃત્વનું પ્રતીક બની રહેશે. તેમના આ લાંબા કાર્યકાળ દરમિયાન લેવાયેલા નિર્ણયો આવનારી પેઢીઓ માટે એક અભ્યાસનો વિષય રહેશે.

આ પણ વાંચોઃ Bihar : પટનામાં ખાન સર વિરુદ્ધ FIR દાખલ, ધરપકડ માટે સર્ચ ઓપરેશન શરૂ

  • Follow us on: