સુરતમાં નાસીરનગરના ડિમોલિશનનો મામલો વધુ ગરમી પકડી રહ્યો છે. હાઈકોર્ટમાં થઈ રહેલી સુનાવણીમાં સુરત મનપાના કમિશનર સામે હાઈકોર્ટે કડક ટકોર કરી છે. હાઈકોર્ટે કોર્ટે સીધા સવાલો કર્યા છે કે નાના અધિકારીઓ સામે ત્વરિત પગલાં લેવામાં આવે છે, તો મોટા અધિકારીઓ સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી? સરકાર શા માટે મનપા કમિશનરને છાવરી રહી છે અને તેઓ હજુ સુધી આ પદ પર કેમ છે?હાઇકોર્ટે તંત્રની મનમાની સામે લાલ આંખ કરી છે, જેના કારણે વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.હવે સુરત મનપાના કમિશ્નરની બદલી કરીને તેમને ગાંધીનગર સમગ્ર શિક્ષા પ્રોજેક્ટના ડાયરેક્ટર બનાવાયા છે. 


[[$googlead]]

બે ઉચ્ચ IAS અધિકારીઓની બદલી 

ગુજરાત સરકાર દ્વારા વહીવટી ફેરફારોના ભાગરૂપે બે ઉચ્ચ IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.આ નિર્ણય હેઠળ સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનની ગાંધીનગર બદલી કરી તેમને 'સમગ્ર શિક્ષા'ના પ્રોજેક્ટ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે, જ્યારે સુરત કલેક્ટર તેજસ પરમારને સુરત મનપા કમિશનર તરીકેનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ સિવાય, IAS અધિકારી રણજીથ કુમારની બદલી કરીને તેમને ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (GERC)ના સચિવ તરીકેની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

મનપાનો હવાલો જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સોંપાયો

સુરતમાં હવે મનપાના કમિશ્નરનો હવાલો જિલ્લા કલેક્ટર તેજસ પરમારને સોંપવામાં આવ્યો છે. હાઈકોર્ટની કડક ટીપ્પણી બાદ મનપા કમિશનર એન નાગરાજનની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. હાઈકોર્ટે નાસિરનગર ડિમોલિશનના મુદ્દાને ગંભીરતાથી લીધો છે. જેમાં અધિકારીઓ સામે કોર્ટે લાલ આંખ કરી છે. કોર્ટની ટીપ્પણી બાદ સરકાર હરકતમાં આવી અને આજે રાજ્યમાં તાત્કાલિક અસરથી બે આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી હતી.  

[[$alsoread]]


આ પણ વાંચોઃ Gandhinagar News : ચાંદીપુરા વાયરસથી વધુ એક માસૂમનું મોત, સોનીપુરની 7 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિધન


  • Follow us on: