સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરના આપઘાતના ચકચારી કેસમાં રાજ્ય સરકાર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગૃહ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક અસરથી તપાસ કમિટીની રચના કરવા આદેશ આપ્યા છે. નવી સિવિલ હોસ્પિટલના ડીનની અધ્યક્ષતામાં આ ખાસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.

24 કલાકમાં રિપોર્ટ સોંપવા મંત્રીનો કડક આદેશ

આરોગ્ય મંત્રીએ તપાસ કમિટીને સમગ્ર ઘટના અંગે નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસ કરીને આગામી 24 કલાકમાં જ પોતાનો અહેવાલ (રિપોર્ટ) સોંપવા માટે કડક સૂચના આપી છે. આ કેસમાં રેગિંગ અથવા તો કોઈ પણ પ્રકારનો માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો કે કેમ તે તમામ પાસાઓ પર સઘન તપાસ કરવામાં આવશે. સત્ય સામે લાવવા માટે હોસ્ટેલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓના વિધિવત નિવેદનો પણ નોંધવામાં આવશે.

ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ

આપઘાત પાછળના સાચા કારણો અને તબીબી પુરાવાઓ એકત્ર કરવા માટે મૃતક ડોક્ટરના મૃતદેહનું ફોરેન્સિક પેનલ (તબીબોની ટીમ) દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને કમિટીની તપાસ બાદ આ મામલે આગળની કાનૂની કાર્યવાહી વધુ ઝડપી બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Vadodaraના સોમા તળાવ પાસે આદિવાસી દિવસની યાત્રામાં બબાલ, છૂટા હાથની મારામારી, વીડિયો વાયરલ