વાહનોની રફ્તાર અને લોકો દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાનાં કારણે ગંભીર અકસ્માતો સર્જાતા હોય છે. સુરતના ઉધના સિલિકોન પાસેની ઘટના બની છે. જેમાં અજાણ્યા વાહન ચાલક દ્વારા વ્યક્તિને અડફેટે લેતા ઘટના સ્થળે જ વ્યક્તિનું મોત નિપજ્યું છે. ટક્કર મારનાર ફરાર થઈ જતાં પોલીસે તેને પકડવા હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


વાહન ચાલક ટક્કર મારી ફરાર

સુરતમાં ટ્રાફિક અને વધતા વાહનોને કારણે અનેક સમસ્યાઓ સામે આવે છે. શહેરના સિલિકોન રોડ પાસે શ્કીમ આલમ નામના વ્યક્તિનું મોત થયું છે. રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહન દ્વારા ટક્કર મારતા શ્કીમ આલમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અજાણ્યો વાહન ચાલક એક્સિડંટ કરીને ફરાર થઈ ગયો હતો જેને પકડવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધ્યો

ગઈ કાલે જ ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી, રાંદેસણ પાસે કાર ચાલકે ચાર થી પાંચ વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી હતી, ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટ્યાં હતા અને સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો હતો, આ ઘટનામાં 2નાં મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, હંસાબેન વાઘેલા અને નીતિન વાળાનું મોત થયું હોવાની વાત સામે આવી હતી, બિપીન ઓઝા, કામિની બિપીન ઓઝા, મયુર જોષી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા, કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે રજિસ્ટર થયેલી છે અને આરોપીએ કાર અથડાવી અડધો કિમી સુધી એક્ટીવા ઢસડી હતી, આરોપીને લઈ જતી ગાડી લોકોએ રોકી હતી. પોલીસ CCTV અને સ્થાનિકોના નિવેદનોના આધારે તપાસ કરી રહી હતી.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.


  • Follow us on: